Advertisement



કાવ્યાનુભૂતિનું ગીત | Kavyanubhuti nu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

Kavyanubhuti nu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"


કાવ્યાનુભૂતિનું ગીત

કવિત કરે કવિવર
કલમબાઈને કાગળ ઉપર

                               આડીઅવળી ચીતરી
                                            મૂકી મરોડદાર અક્ષર

શબ્દો પાસે અથ યાચી સંદર્ભોને જોડી 
અટકળના દરિયામાં છોડે સંવેદનની હોડી 
મરક મરક મૂછમાં હસવાનું બોલી ચેત મછંદર 
કવિત કરે કવિવર

બારાક્ષરની વ્હાર જઈને નવું કશું તો લાવું 
ભાષાની ખડકી ખખડાવી રોજ પૂછે હું આવું 
અંદરથી હોંકારે આવે : ઝંખ તું તારી ભીતર
કવિત કરે કવિવર


Kavyanubhuti nu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"