Advertisement



કંગાલ મુહબ્બત | Kangal Muhabbat | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

Kangal Muhabbat | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"


કંગાલ મુહબ્બત

હું ગલીનો જીવ, તું રાણી મહેલોની પ્રિયે 
ઝૂંપડીમાં હું તને રાખી શકું એમ નથી 
એક બસ કંગાલિયતને કારણે કે'વું પડે 
આપણી વચ્ચે હવે હેલા સમો પ્રેમય નથી

કેટલાયે પ્રેમીઓ એવું કહે છે પ્રેમમાં 
લાગણીનાં બંધનોને મેં નડે ક્યાં આમ તો 
પણ અહીં વિહ્વળ બનીને મન વિચારે આટલું 
કોઈ જાણી જોઈ કૂવામાં પડે ક્યાં આમ તો

ફૂલ લેવું પણ અહીં મોઘું પડે એવો ગરીબ 
ક્યાંથી સોનાનાં ઘરેણાંઓ તને લઈ આપશે 
આંગણે જેના મુસીબત કાયમી ઊભી રહે 
તું કહેને દુઃખ તારાં શી રીતે એ કાપશે

કીંમતી વસ્ત્રો તને લાવી નહીં આપી શકું 
ને કદી પકવાન સુંદર ભોજને મળશે નહીં 
હા, પરંતુ પ્રેમ તુજને એટલો આપી શકું 
જે તને દુનિયા મહીં કોઈ કને મળશે નહીં

પ્રેમથી ક્યારેય તારી ભૂખ શમવાની નહીં 
એટલે તુજને કહું દિલ કો” તવંગરથી લગાવ 
હે નદી ભૂલી જઈ ખાબોચિયાને આજથી 
તું દિશા બદલી હૃદય તારું સમંદરથી લગાવ

Kangal Muhabbat | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"