જરૂરી નથી કે કોઈ સાથે
સર્પિલા આલિંગનનો જ સંબંધ હોય...
બેહદ ખુશી થાય ત્યારે કોઈ સાથે
નિખાલસ ભેટવાનો પણ સંબંધ હોય છે.

જરૂરી નથી કે કોઈ સાથે
હોઠ ના ખૂણે ભીનાસ છોડવાનો જ સંબંધ હોય...
કોઈ જયારે આપણા વિચારો સાથે
સમર્થન આપે છે તો
તેનુ કપાળ ચૂમવાનો પણ સંબંધ હોય છે.

જરૂરી નથી કે આંખો છલકાય ત્યારે
કોઈ ને છાતીએ વળગીને જ રોવાનો સંબંધ હોય...
કોઈ ના ખભે માથું ટેકવીને
આંખ ભીંજવાનો પણ સંબંધ હોય છે.

રોશન ઠકકર...


