હરિમય થવાનું ગીત
હરિવર તમને તમારી આણ
રોજ રોજ હું ઝંખું તમને કેમ કશી નહીં જાણ
એક રીતે તો રંગબેરંગી પહેરણ કેવળ ડાઘા હેરી હેરી થાકી ગ્યો આ ચામડિયુંના વાઘા સમજણ આવી ત્યારે સમજયા સમજણવાળા બાઘા એક તમે છો જેની સામે ખુલ્લું કર્યું રમખાણ હરિવર તમને તમારી આણ
માયાનાં પડ એવાં બાયાં ખુલ્લી આંખથી અંધ આંખો ખોલી આપો કહું છું આંખ કરીને બંધ : દૂર કરી દો મારામાંથી શ્વાસો ની આ ગંધ વજ જેવા આવરણોને વીંધો મારી બાણ હરિવર તમને તમારી આણ