Advertisement



એક ફરિયાદી ગીત | EK FARIYAADI GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil


એક ફરિયાદી ગીત

કેમ પાછા ફરવું ફળિયે

તું નથી ઘર-ઉંબરમાં તો કોને જઈને મળિયે

જ્યાં જોઉં ત્યાં નજરે પડતી કેવળ આ ફરિયાદો તારી સાથે તું ના લઈ ગઈ ઘર છોડ્યાની યાદો અંદર હો કે વ્હાર છે સરખું કાયમ બસ ટળવળિયે કેમ પાછા ફરવું ફળિયે

ઘર ઘર રમવું, સંતાકૂકડી, કિટ્ટા-બુચ્ચા રઝળે આવ કદી તું આવ ભૂલથી લાગે ઉત્સવ સઘળે તું સાથે લઈ ગઈ અજવાળું તો કેમ અમે ઝળહળિયે કેમ પાછા ફરવું ફળિયે