એક અવિસ્મરણીય સ્મરણનું ગીત
કેમ કરી પાડું હું સાદ
સૈકા કે વરસો નહીં, મહિના કે દિવસો નહીં
પળમાં બદલાય અહીં લોક
મારું આ મન મને કોસે છે રોજ
શાને સંઘરું છું જૂનો હું શોક
વરસો થયાં છે તેને જોઈ એ વાતને
હેરો તારો છે છતાં યાદ
કેમ કરી પાડું હું સાદ
ઝાંખાં છે સ્મરણો ને ઝાંખી છે તારી
ને ચાર પાંચ વાતોની યાદી
હમણાંથી જાત સાથે મારે ન બનતું
હું મારો જ થયો છું ફરિયાદી
મારી ચીસોના જ પડઘા પડે છે
નથી તારો કશોયે પ્રતિસાદ
કેમ કરી પાડું હું સાદ