![]() |
| Avdasha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil" |
અવદશા
તું પૂરે છે સેંથીમાં સિંદૂર ને
હું હજી ઝૂર્યા કરું છું એકલો
એક તારી છે છબી જેમાં સતત
આંસુઓ પૂર્યા કરું છું એકલો
તું રહે ખુશહાલ તારા આંગણે
હું અહીં આવો ભરીને જીવતો
તું નહીં માની શકે એ વાતને
યાદને બાંહો ભરીને જીવતો
તુંય પણ સારી રીતે એ જાણતી
જિંદગીમાં મેં નથી તારા વિના
એ જ મારી બદનસીબી, અવદશા
કોઈ ફાવ્યું છે તને મારા વિના
કોઈ આવીને મને ચાહત કરે
શક્ય છે તારી દુઆ એવી હશે
આ હૃદયને કોઈ પણ ગમતું નથી
તું હૃદયને મન પ્રણય-દેવી હશે
તું હવે મેંદી ભરેલા હાથ લઈ
ઘર તરફ આવીને આ ચર્ચા કરે
કોઈ ‘બેદિલ’ને નથી સમજાવતું
શા સબબ તારી જ એ ઇચ્છા કરે
Avdasha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"
