અવસર બોત ભલો...
અવસર બોત ભલો તેરો આયો,
તુંને રસના દઈને રમાયો, કાં તે પૂરવની પ્રીતે પાયો,
સેવાને સમરણ બંનગી બહુ કીધી, જીભ્યાસે રામ જમાયો હે જી,
તીરથ વ્રત દાન બહુ દીધાં, કાં તું નીર ગંગાજીમાં નાયો,
કાં કોક ભજને, કાં કોક ભાગ્યે, કાં તે જોગ કમાયો હે જી
કાં તુંને નાથે નવાજીને મેલ્યો, કાં તે નિરભે શીશ નમાયો.
આપણે જન્મ્યા સો પણ જાયગા, જાણે આપણો જાયો હે જી,
છલ્લે નહિ કૂવા કેરી છાયા, એમ સમજ સમજ સમાયો.
આદિ અનાદિ એક રંગ રે'ણા, લે શીતળ વનનો છાયો હે જી,
ભીમ ભેટ્ય મુંને ઈ ગમ આવી, તેરા દાસીજીવણ ગુણ ગાયો,