Advertisement



અર્જુન-દ્વિધાનું ગીત | Arjun-Dridhanu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

Arjun-Dridhanu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"


અર્જુન-દ્વિધાનું ગીત

કાયમની મોકાણ
કોઈ મને સમજાવો ક્યાં લગ પકડું ધનુષબાણ

મન મૂંઝાતું પણછ ખેંચતા કોની કરવી સંગત 
મારી સામે બાથ ભિડાવે છે મારા સહુ અંગત 
પળપળ મારી અંદર થાતો મારો કચ્ચરઘાણ 
કાયમની મોકાણ

આમ જુઓ તો પાસે ઊભા આમ જુઓ તો આધા 
મારે કોનો હાથ ઝાલવો સહુના હાથે ડાઘા 
અડધો પડધો તૂટું છું હું કેમ કરું સંધાણ 
કાયમની મોકાણ


Arjun-Dridhanu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"