અપરિચિત છતાં પરિચિત હોવાનું ગીત
કોઈ જુએ નહીં એમ
આંખો મીંચી આછું મલકી જોયા કર તું કેમ
એકબીજાનું નામ પડે તો ધ્યાન દઈ સાંભળવું ઓળખાણમાં આપણી વચ્ચે કેવળ સામા મળવું વાતવાતમાં કેમ રહે છે કે કીધાનો હેમ કોઈ જુએ નહીં એમ
ધીમા પગલે ડરતાં ડરતાં તું સામેથી નીકળે મારી અંદર બરફ થયેલી લાગણીઓ ના પીગળે હું પર્વત શો ઊભો છું, તું છેતી ધારા જેમ કોઈ જુએ નહીં એમ