Advertisement

અંતિમ ઇચ્છા | Antim Ichha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

Antim Ichha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"

અંતિમ ઇચ્છા

કોઈના ચાલ્યા ગયાની રાહ પર એકલા જીવી શકાતું હોય છે 
આંસુઓ મળતાં રહે જો માપસર એકલા જીવી શકાતું હોય છે

આંખની ખારાશ ઓછી થાય છે 
તું કદી સ્ટેલાઈથી વિસરાય છે 
પણ તરત સમજી જતું ચાલાક મન 
આ હૃદય વીત્યા સમયમાં જાય છે 
તું નહીં સમજી શકે પણ ઉમ્રભર એકલા જીવી શકાતું હોય છે 
કોઈને ચાલ્યા ગયાની રાહ પર એકલા જીવી શકાતું હોય છે

જીવતેજીવત મરણ ઝંખ્યા કરી 
એક માણસ જીવતો ઇચ્છા કરી 
અંદરોઅંદર કરે છે વાત સહુ 
આંગળી ‘બેદિલ' તરફ ચીંધ્યા કરી 
કોઈ પણ સંગાથ-સથવારા વગર એકલા જીવી શકાતું હોય છે 
કોઈના ચાલ્યા ગયાની રાહ પર એકલા જીવી શકાતું હોય છે

ક્યાં સુધી રઝળ્યાં કરું હું બેદફન 
કોઈ એનું ઝટ લઈ આવો ગવન 
આખરી ઇચ્છા હતી એનીય પણ 
ઓઢણી એની જ હો મારું કફન 
આટલું લખજો પછી જયાં હો કબર – એકલા જીવી શકાતું હોય છે 
કોઈના ચાલ્યા ગયાની રાહ પર એકલા જીવી શકાતું હોય છે

Antim Ichha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"