અને હું : ગઝલ
છંદ : ગાગાગાગા ગાગાગાગા
ખોડંગાતા શ્વાસ અને હું!
મૃત્યુનો આભાસ અને હું!
પથ્થર ફોડી ટપકે ઝરણાં!
ઊભરાતા નિશ્વાસ અને હું!
બંને બત્તીઓ બુઝાઈ
બુઝાયો અજવાસ અને હું!
વાસેલાં દ્વારો ખોલીને
ઊભરતા ઉચ્છવાસ અને હું!
'હરિ' મ્હેફિલમાં ગઝલો કહું હું:
પણ ના મળતા પ્રાસ અને હું!