Advertisement



અફવા | Afva | ભરતકુમાર ચૌધરી | Bharatkumar Choudhri






અફવા 

એક ક્ષણમા જીંદગી બદલાઈ
જે વાત હતી ઘડીમાં પલટાઈ

એક અફવા આવી કયાંક થી
અને એ આગની માફક ફેલાઈ

સપનાનુ ઘર ભસ્મીભૂત થયું 
ઉંઘ ઉડી ત્યારે હકિકત દેખાઈ

નફરત નુ આવુ રુપ પણ હોય
પ્રેમની આટલી હદે અદેખાઈ?

મિત્રોએ સહું પ્રથમ આગ ચાંપી 
એક જિંદગી પછી એમાં હોમાઈ

ખાલી હાથ બેઠા રહ્યા એના દ્વારે 
ખોયા પછી એની કીંમત સમજાઈ

અતિથિ એ જ સમજી ના શકયો
એના વગર જીંદગી કેમ જીવાઈ

🌹અતિથિ- ભરતકુમાર  ચૌધરી 🌹