અચંબાનું ગીત
ઊંઘ આવે કે જાગું
પોપણના પલકારે પોઢેલાં શમણાંઓ ત્યાગું
ખુલ્લી આંખે ના દેખાતું બંધ આંખથી જોવું અજબ ઘણું છે આંસુ સાથે સપનાંઓનું હોવું સપનાંઓની મોહજાળમાં આમતેમ હું ભાગું ઊંઘ આવે કે જાગું
હૃદય ઉપર જ્યાં હાવી થાતો હકીકતોનો ભાર ધીમે ધીમે કૂંડાળું થઈ વિસ્તરતો આકાર ધૂમ્રવલયના આકારોમાં કોને કોને તારું ઊંઘ આવે કે જાગું