આંતરિક દ્વિધાનું ગીત
લાગી ગ્યો છે લૂણો
પથ્થર જેવો પથ્થર અંતે તો નીકળતો કૂણો
અંદરથી પડઘાતા શબ્દો બહાર શોધવા કેમ હોવું-ના હોવું-ની માયા કેવળ મનનો વહેમ ખાલી થાશે જ્યારે ખદબદતી ઇચ્છાનો ખૂણો લાગી ગ્યો છે લૂણો
જેમ જેમ તું પાસે આવે એમ જાય “હું આવો ધીમે ધીમે ભૂંસાતો રહે જનમ જનમનો ડાઘો જળમાં જોતાં બિંબ મને હું લાગ્યો મિથ્યા ઊણો લાગી ગ્યો છે લૂણો