Advertisement



આંતરવ્યથા | Aantarvyatha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

આંતરવ્યથા | Aantarvyatha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"


આંતરવ્યથા

આ પુણ્ય છે કે પાપ છે કોઈ મને ચાહે નહીં 
તારો દીધેલો શ્રાપ છે કોઈ મને ચાહે નહીં 
મારા હૃદયના મૌનને મેં ધ્યાનથી જ્યાં સાંભળ્યું 
રૂંધાયેલો આલાપ છે કોઈ મને ચાહે નહીં

સઘળા સવાલોના જવાબો ખાસ છે માનું છું હું 
તારું સ્મરણ મારા હૃદયનો શ્વાસ છે માનું છું હું 
ભૂલી શક્યો હું ક્યાં હજી તારી સખી નિર્દોષતા 
નિર્દોષતા તારી હવે ઇતિહાસ છે માનું છું હું

હું વાત કરવા માંગતો તું ક્યાંય હાજર છે નહીં 
બે દિલ ગણાવે કારણો કોને ઉદાસીના અહીં 
આંખોમાં તારો ધૂંધળો ચહેરો સજાવી રાખવા 
દરિયાઓ આખા વિશ્વના મેં સંઘર્યા આંખોમહીં

વિશ્વાસ રાખે છે હૃદય શૈશવપરી તું આવશે 
ક્યારેક તો ધરતી ઉપર પાછી ફરી તું આવશે 
તારા ચરણની છાપ છે અકબંધ કાંઠાં પર હજી 
હું રાહ જોઉં છું હેરી ઝાંઝરી તું આવશે

તું આવ કે સંતાપ છે કોઈ મને ચાહે નહીં 
પીડા દરદનો વ્યાપ છે કોઈ મને ચાહે નહીં 
કોઈ નહીંતર આમ તો આવું લખે ના કબ્ર પર 
તારા જ કરની છાપ છે કોઈ મને ચાહે નહીં


આંતરવ્યથા | Aantarvyatha | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"