Advertisement



આજીવન દૂરતાનું ગીત | AAJIVAN DURTANU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil



આજીવન દૂરતાનું ગીત

તું સાથે રહી, ન રહી સાથે

શૈશવથી આજ દિન સાથે રહ્યો છે

તારી સાથે રહ્યાનો મને વ્હેમ

જોઉં તને ને છતાં જોઉં ન હું

તારું હોવાનું ઝાંઝવાની જેમ

એકલો હું ચાલું ને તોય મને લાગે

કે ચાલે તું મારી સંગાથે

તું સાથે રહી, ન રહી સાથે

ઉંમરની સાથે જ વધતું જાય દુ:ખ

અને વધતો જાય પીડાનો વ્યાપ એવો આપણને દૂરતાનો શાપ

આજીવન મળવાનું ક્યારેય નહીં થાય

હાથમાં જો હોત મારા ભૂંસાવા દેત નહીં નામ મારું ચીતરેલું હાથે

તું સાથે રહી, ન રહી સાથે