સો વર્ષની જિંદગી ના જોઈએ,
તું ન હો એ બંદગી ના જોઈએ,
જોઈએ મનમાં વિચારો સરસને,
આચરણમાં ગંદકી ના જોઈએ,
લાગણી ના એ જરા સમજી શકે,
લાગણી કંઈ ખડકી ના જોઈએ,
લાગણી અકબંધ દિલમાં જોઇએ,
જોઈ તકલીફ છટકી ના જોઈએ,
હોય તકલીફો હજારો શું થયું,
જિંદગી કૈક ભટકી ના જોઈએ,
હિંમતસિંહ ઝાલા