BEST GUJARATI POEM
કેવો તે સજાવ્યો ઠાઠ તેં દિલની દુકાનમાં!
બોલી તો અમારી ઓછી પડે છે મકાનમાં!
ક્યાંક બંગલાનો ઠાઠ છે,ગાડીનો ઠાઠ છે!
ઝાંકળ જ લઈ ઊભા અમે તો સવારમાં?
સુંદર મજાનો બાગ તો ઉગાવી શક્યા નહી!
ફક્ત ફૂલને જ ચુટ્યું અમે વહેલી સવારમાં!
એના ય દર્દને અમે તો જાણી શક્યા નહિ!
માળી મને ભેટી ગયો એ સુખદ પ્રયાસમાં!
મંદિર અને મસ્જીદમાં ય એનો જ ઠાઠ છે!
એ તો ગમે છે લોકો ને કુદરતી લિબાસમાં!
હોય પૂજાની વાત કે ઈબાદત જો હોય એ!
ફૂલો તો ક્યાં કરે છે ફર્ક કબર કે સ્મશાનમા?