આવ્યો જ્યાં કાગડો કાળો,
છોડી ગ્યાં સૌ લીલી ડાળો!
થોડું પીળું થ્યું ઝાડવું,
ને બદલ્યો પંખીએ માળો!
કાંટા વાગ્યા તો જાણ્યું મેં;
નો’તો એ હાથ સુંવાળો!
ના પગમાં જોડા, નાં મોજાં;
છે આ મારગ પણ પથરાળો!
દુઃખોની દાવત મારે ત્યાં;
દુઃખીબાનો હું ઘરવાળો!
ખોટું રોયાં સૌ મૈયતમાં,
જેના ઘરનો હું ગરમાળો!’
કાંચિડા જેવા કામો છે,
આ માણસ નાં, છે તરગાળો!
-મુકેશ પરમાર "મુકુંદ"