એક ક્ષણ પાસે જરા તું આવને,
પ્રેમ પણ થોડો જરા તું લાવને,
હું જ ચાહ્યા તો કરું એકતરફી,
પ્રેમ પણ થોડો જરાક બતાવને,
તરસ છીપાશે ક્યારે મિલનની?,
પ્રેમ રસ ક્યારેક તું તો પાવને
ક્યાં સુધી તું લાગણી છુપાવશે?
પ્રેમ પણ થોડો જરાય જતાવને,
એક ક્ષણ પાસે જરા તું આવને,