Beautiful Gujarati Poem
ચાલને રમવા ગતકડું શોધને,
ચાલને રમવા રમકડું શોધને,
તૂટશે પણ કાંઈ ચિંતા ના કરો,
ચાલને રમવા કચકડું શોધને,
વાયરો તો વાય કેવો સરસને
ચાલને રમવા ફરકડું શોધને,
સાવ બેસી તો રહ્યા છીએ હવે,
ચાલને રમવા સળેકડું શોધને,
એકલા તો રમીવાની શું મજા?
ચાલને રમવા બાળકડું શોધને,