મિજાજ જોઈ બદલશો હવા ,મને નહી ગમે!
તમે સિતમ કરો નવા નવા,મને નહી ગમે!
હૃદય વચ્ચે કૂવો કરી અશ્રુ અમે ઉતારશું,
રિસાઇને ચડાવશો ભવાં,મને નહી ગમે!
અમે રણે કદી ગયા નથી અને જવું નથી!
ઘરે મળે જો નીર ઝાંઝવા,મને નહી ગમે!
ઇશ્વરમાં શ્રદ્ધા સહેજ પણ ડગી નથી મારી,
ધર્મે ધર્મે મળે જુદા ભૂવા,મને નહી ગમે!
સજા બધી મને મંજૂર છે,ગુના કબૂલ છે,
મને બનાવશો જુઠો ગવાં,મને નહી ગમે!
અરે!સહી લઉં બધાં દર્દ હું પણ મરણ સુધી,
તને ભૂલી જવાય એ દવા, મને નહી ગમે!
-મુકેશ પરમાર "મુકુંદ"