સાઈકલની જ્યાં વગાડી ટોકરી,
યાદ આવી એક અલ્લડ છોકરી!
સાંભળ્યા જ્યાં મેં શબ્દો બ..બકરી
યાદ આવી એક અલ્લડ છોકરી!
કોઈ એ કીધું 'તમે તો ભારે કરી'
યાદ આવી એક અલ્લડ છોકરી!
યાદનું ઘર, આંખ વચ્ચે કાંકરી,
યાદ આવી એક અલ્લડ છોકરી!
જ્યારથી મેં પૂરી કરી નોકરી,
યાદ આવી એક અલ્લડ છોકરી!
થઈ નાં જ્યારે અંગતથી ચાકરી,
યાદ આવી એક અલ્લડ છોકરી!
ગામના ચોરે ફૂટી જ્યાં ઠીકરી,
યાદ આવી એક અલ્લડ છોકરી!
-મુકેશ પરમાર "મુકુંદ"