Advertisement



એટલે મરતો નથી | કૃપેશ પુરોહિત | Aetle Marto Nathi | Krupesh Purohit




" એટલે મરતો નથી "

આનંદ ની પળો માણી શકતો નથી.
કલ્પનાઓને વિસ્તરી શકતો નથી..

ભગવાન ભરોસે રહેતો નથી.
એટલે અજગર જેવું જીવતો નથી..

હું દુઃખની સાથે રહેતો નથી.
એટલે સુખ મને દગો કરી શકતું નથી..

પાતાળ કુવા જેવું ઊંડું જીવન જીવતો નાથી.
એટલે છીછરા ખાબોચિયાંમાં ડૂબતો નથી..

હું જીવવા માટે કાલાવાલા કરતો નથી.
એટલે યમરાજ "લાલુ" કદી મારા સામે જોતા નથી..

મારામાં અને બીજામાં ખાસ કોઈ ફરક નથી.
પણ...હું મૂળ મને આત્મા સમજુ એટલે મારતો નથી..

                     - કૃપેશ (લાલુ) પુરોહિત