Advertisement



એ ક્ષણ તો છે જે પ્રાગટ્ય નું કારણ બને છે | યશ દવે | ae kshan to chhe je pragatya nu karan bane chhe | YESH DAVE | WORDS OF SAMARPAN

BEST GUJARATI POEM



એ ક્ષણ તો છે જે પ્રાગટ્ય નું કારણ બને છે

એ ક્ષણ તો છે જે પ્રાગટ્ય નું કારણ બને છે!
વર્ષો સુધી ઈશ્વર ને સૌ શું એમ જ સ્તવે છે?

વર્ષો સુધી જળ થઈ ને એ નીત નીત વહે છે!
એક ક્ષણ આવે છે, એ પછી સાગર બને છે!

ચંદ્ર શૂન્ય થઈને અમાસથી જ્યારે વિસ્તરે છે!
પૂર્ણ થઈને આકાશમાં ત્યારે એ પૂનમ બને છે!

હતી શું ગઈ કાલે ફોરમ  આવી આ બાગમાં?
કોઈ ક્ષણમાં કળી થઈ ફૂલ એ ફોરમ સ્ફૂરે છે!

અતિ સૂક્ષ્મ છે અને બ્રહ્માંડ થઈ ને વિસ્તરે છે!
એની જ ઇરછા યશ યુગો સુધી કાયમ રહે છે!

-યશ દવે