Beautiful Gujarati Poem
આપ ના હો કંઈ ગમતું તો નથી,
વેદના દિલ કંઈ ખમતું તો નથી,
છે ઉઠ્યાં તોફાન દિલમાં તો ઘણા,
વમળ દિલમાં કાંઈ શમતું તો નથી,
લાગણી દેખાય ત્યાં ઝૂકે જરા,
શીશ સૌને કંઈ નમતું તો નથી,
છે હ્ર્દયમાં લાગણી ભરપૂરને,
લાગણીથી કંઈ રમતું તો નથી,