THE INSPIRATIONAL MOTIVATIONAL THOUGHTS OF Warren Buffett
- લોકો મને પૂછે છે , ‘ તમે કોઈપણ કંપનીમાં કેટલા સમય માટે રોકાણ કરો છો ? ” મારો એક જ જવાબ હોય છે . ‘ હમેશ માટે . ” “ માય છૅલ્ડિંગ પિરિયડ ઈઝ ફૅર એંવર . ” હું કંપની ખરીદું છું , શેરો નહીં .
- મોટો થઈશ ત્યારે હું પૈસાદાર થઈશ એ બાબતની મને નાનપણથી જ ખાતરી હતી .
- જે કંપનીને ધંધો કરતા આવડે , તેનો શેર ચાલે જ...
- તમારા ઈન્વેસ્ટરોને તમારામાં વિશ્વાસ ન હોય તો જ વિવિધ ધંધામાં હાથ નાંખવો . બાકી તો મૂળ બિઝનેસને વળગી રહેવામાં જ ડહાપણ છે .
- અમારો એક જ મંત્ર છે ... બધા લોભ કરતા હોય ( તેજી હોય ) ત્યારે ગભરાઈને ચાલો ( વિચારીને જ ઈન્વેસ્ટ કરો ) અને સર્વત્ર ગભરાટ વ્યાપ્યો હોય ( મંદી ) , ત્યારે લોભિયા બનો ... ( અર્થાત્ પૈસા રોકવા લાગો )
- તમને ગમતી હોય તેવી કંપનીમાં રૂપિયા રોકવામાં શો વાંધો ? મે વેસ્ટે કહ્યું જ છે ને , “ ટુ મચ ઑફ અ ગુડ થિંગ કેન બી વન્ડરફુલ ” - વળતર મળશે જ .
- તમે “ પ્રિમિયમ બ્રાન્ડ ” માનીને જેના પર ઓળઘોળ થઈ ગયા છો તે કંપની કાંઈક નવીન , જુદું બનાવે છે ખરી ? નહીં તો એ કંપનીનો ધંધો જોતજોતામાં ચોપટ થઈ જશે તે નક્કી માનજો .
- કુટેવોની સાંકળોનો ભાર તમારા શરીર પર એવોન વધવા દેશો કે તેમાંથી છૂટકારો જ ન મળે !
- હું તો મોંઘા સૂટ જ ખરીદું છું . મારા શરીર પર તે સસ્તા લાગે , તેમાં મારો શો વાંક ?
- હું એકસામટાં સાત પગથિયાં ચડવામાં નથી માનતો ... એક - એક પગથિયું ધીરે ધીરે શાં .... તિથી ચડું છું.
- મારી કમાણી શેરબજાર પર આધારિત નથી . હું તો એવું જ માનું છું , કે આવતીકાલથી પાંચ વર્ષ માટે બજાર બંધ જ થઈ જવાનું છે ( છતાં ય મેં જે કંપનીઓમાં રોકાણ કર્યું છે , તે ચાલશે અને મને વળતર મળશે . )
- આ ધંધો જરા નિરાળો છે . આમાં આગળના કાચ કરતાં , પાછળ જોવાના કાચમાં વધારે સ્પષ્ટ દેખાય છે .
- ‘ શાખ બંધાતાં વીસ - વીસ વર્ષનાં વહાણાં વાઈ જાય છે , ને તૂટતાં પાંચ મિનિટે ય નથી થતી . ' આ એક જ વાક્યમાં બધું સમાઈ ગયું , તેમ સમજશો તો ધંધો કરવાની તમારી રીત જ બદલાઈ જશે .
- સામાન્ય કંપનીના શેરો સસ્તામાં ખરીદવા કરતાં ઉત્તમ કંપનીના શૈરો વ્યાજબી દામે મળે ત્યારે ભેગા કરી લેવામાં સાર છે .
- ભરતી શમે ત્યારે જ ખબર પડે કે કોણ નાનું થઈને નહાતું હતું ! ( અર્થાત્ , મંદી આવે ત્યારે બેનંબરી કંપનીઓ ઉઘાડી પડી જાય . )
- તમે જે ખર્ચો છો તે કિંમત અને જે પામો છો તે મૂલ્ય .
- તમે કઈ દિશામાં જઈ રહ્યા છો તેનું ભાન જ ન હોય , તેને જોખમ કહેવાય .
- નિયમ નંબર એક - પૈસા કદીયે ગુમાવશો નહીં . નિયમ નંબર બે - નિયમ નંબર એક કદીયે ભૂલશો નહીં .
- કૉલેજોમાં અઘરા અઘરા ઉકેલોને બિરદાવવામાં આવે છે , પરંતુ જે પ્રશ્નનો ઉકેલ સરળ હોય તે જ વધુ અસરકારક હોય છે .
- ગઈકાલે કંપનીને ઑર્ડર મળ્યો હોય કે કંપનીએ પ્રગતિ કરી હોય , તેનો લાભ આજે ને આજે રોકાણકારોને નથી મળતો . ( અર્થાત ન્યૂઝ ચેનલો તથા પીળાં પેપરો પર આંધળો વિશ્વાસ ન રાખશો ... )
- તક આવે ત્યારે ઝડપી લો . ઘણીવાર એવું પણ બને કે લાંબા સમય સુધી તક ન મળે , તો શાંતિથી બેસી રહેતા શીખો . મને ઘણીવાર ઈન્વેસ્ટ કરવાનું મન થઈ જાય છે ( ખોટા સમયે ) , પણ હું રાહ જોવામાં એક્કો છું .
- જિંદગી દરમ્યાન તમારા થોડાઘણા ય પાસા પોબાર થઈ જાય તો થોડી ભૂલો માફ છે .
BUY The Billion Dollar Book CLICK THIS LINK