THE INSPIRATIONAL MOTIVATIONAL THOUGHTS OF " LAKSHMI MITTAL "
ખરાબ સમય બધાંને આવે જ છે . તોફાનમાં જ ખલાસીની સાચી પરખ થાય . નિર્ણયશક્તિ તથા મનોબળ ત્યારે કામમાં આવે છે .
આકરી મહેનતનો કોઈ પર્યાય નથી . આજકાલ તો વળી બધાં જ મહેનત કરે છે તેથી તમારે તો બધાં કરતાં વધુ કમર કસવી પડશે.
બધાં કરતાં જુદુ વિચારશો તો જ તક મળશે . થીંક આઉટ ઑફ ધ બૉક્સ .
નેતા કઈ દિશામાં જઈ રહ્યો છે તે પ્રજા સમજી શકે , તો પ્રજાને ચાનક ચડાવવી સહેલી પડે છે .
હું ફક્ત મેચ જોવા જાઉ તેનો અર્થ એવો નથી કે હું તે ક્લબ કે સ્ટેડિયમ ખરીદી લેવાનો છું ! ( શ્રી મિત્તલ પોતાને જે કાંઇ ગમે તે કોઈપણ કિંમતે ખરીદી લે છે તેવા ભ્રમને તોડવા થયેલ વિધાન . )
ભારતીય હોવાનો મને તો ફાયદો જ થયો છે . જે દેશમાં ત્રણસો બોલીઓ બોલાતી હોય તથા અનેકવિધ જાતિના લોકો હોય , ત્યાં બાંધછોડ કરતાં આપોઆપ આવડી જાય .
બજારમાં માલ ખડકી દેવામાં અમે માનતા નથી . મોટી કંપનીઓને કદાચ આવું પોસાય , પણ નાની કંપનીઓ એના વાદ કરવા જાય તો તેમણે બારણે તાળાં દેવા પડે .
મારા સ્ટીલને વેચીને ડીલરો તગડા બને તે કરતાં મારી કંપની ફાયદો કરે તેમાં મને વધારે રસ છે .
બજારમાં પરિબળોને ખમી શકે તેવી શક્તિશાળી કંપનીઓ જ બૅરહોલ્ડર ને તથા કામદારોને એકધારું વળતર આપી શકે છે .