ઇંગ્વાર ક્રેમ્પ્રાડ | 'આઇકિયા' ફર્નિચર બ્રાન્ડના સ્થાપક
THE INSPIRATIONAL MOTIVATIONAL THOUGHTS OF "INGVAR KAMPRAD"
ધંધાને વધારવો એ મારો ધર્મ છે . જે અમારી સાથે ન જોડાયા , કે ભવિષ્યમાં નહીં જોડાય , તેમની મને તો દયા આવે છે ! આવો , આપણે બધાં સાથે મળીને સ્વપ્ન સાકાર કરીએ . ભાવિ ઉજ્જવળ છે .
ભૂલ બધાંથી થાય . ફક્ત ઊંઘતો માણસ ભૂલ ન કરે .
દસ મિનિટ ખૂબ કિંમતી છે . કેટકેટલું કામ થઈ જાય ... અને એ દસ મિનિટ તમે ગુમાવી દો તો પત્યું . તમારા જીવનને તમે દસ - દસ મિનિટના બ્લોકમાં વહેંચી કાઢો અને પછી નક્કી કરો , કે બને એટલા ઓછા બ્લોક બગાડવા .
મને એંશી વર્ષની વયે પહોંચવાનો બિલકુલ ભય નથી . હજી તો મારે કેટકેટલું કરવાનું છે ! મરવાનો તો મારી પાસે વખત જ નથી .
સ્ત્રીઓ જે કુશળતાથી ઘરસંસાર ચલાવે છે , તે નમૂનેદાર છે . તેથી જ આપણે આપણી કંપનીમાં મૅનેજમૅન્ટમાં વિવિધ પદ પર વધુ ને વધુ સ્ત્રીઓને નોકરી આપવી જોઈએ.
વધુ પડતી ચર્ચાઓ કરવાથી વાસ્તવિકતા સાથે સંપર્ક તૂટી જાય છે . આપણી પાસે સારામાં સારા કારીગરો છે , પરંતુ આપણા મૅનેજર્સ નાનામાં નાનો નિર્ણય લેવાની ક્ષમતામાં ઊણા ઊતરે છે . આપણો સૌથી મોટો પ્રોબ્લેમ આપણા ડાયરેકટરો છે .
‘હવે મારું કામ પતી ગયું' તેમ માનનાર કટાઈ જશે , સડી જશે . જે કંપની દયેય સુધી પહોંચી જવામાં સંતોષ માનશે , તે બંધિયાર પાણીની જેમ ગંધાઈ જશે .
ચોખ્ખા હદયથી તથા નીતિથી ધંધો કરનારને સફળતા મળે જ છે .
સાચી દોરવણી તથા પ્લાનિંગ માટે બે ગુણ અનિવાર્ય છે . સાદગી અને સામાન્ય બુદ્ધિ કૈમન સેન્સ .
કોઈપણ કાર્ય સારી રીતે પતી જાય તો ઊંઘની ગોળીનું કામ કરે છે .
હજાર ડૉલરની મોંઘીદાટ ડેસ્ક ડિઝાઈન કરવી સહેલી છે , પરંતુ પચાસ પૅલરમાં સીધીસાદી , ઉપયોગી ડેસ્ક બનાવવી ખૂબ અઘરી છે . એને માટે ઉત્તમ કારીગર જોઈએ .
જે આપણા ગ્રાહકો માટે સારું છે , તે આપણા માટે પણ સારું જ છે .
જો હું વૈભવશાળી જીવન જીવતો હોઉ તો મારા માણસોને સાદાઈથી જીવવાનું ક્યા મોઢે કહું ? હું પ્લેનમાં ફરું તો , તેઓ સાઇકલ પર તો ન જ ફરે .
બારીની બહાર પૈસા ફેંકવા ( ઉડાવવા ) કરતાં તો કરકસરથી જીવવું વધારે સારું ... બધાં મને કંજૂસ કહે છે , જો કે , મને એનું ખોટું નથી લાગતું કારણ કે હું તો પૈસા વાપરતાં પહેલાં હમેશ એવું વિચારું છું કે મારા ફર્નિચરનો મધ્યમવર્ગીય ગ્રાહક આ પ્રમાણે પૈસા ઉડાવત ?
ભાષણો ભરડવાથી કંપનીનો નફો ન વધે . તમારે તમારા વર્તનથી જ દાખલો બેસાડવો પડે . મને ગર્વ છે , કે મેં મારી કંપનીના નિયમો પાળ્યા છે .
‘અશક્ય ' નામનો શબ્દ આપણા શબ્દકોષમાંથી મેં કાઢી નાખ્યો છે અને ઇચ્છું છું કે તે પાછો પણ ન આવે .
કામ કરો તો ભૂલ તો થાય . ઓછો બુદ્ધિઆંક ધરાવતા મયમ કક્ષાના માણસો હંમેશાં નકારાત્મક વલણ ધરાવે છે . પોતાની ભૂલ નથી થઈ , તે સાબિત કરવામાં તેઓ પોતાનો સમય બરબાદ કરે છે .
સાદગીમાં જ સૌજન્ય છે . આપણે મોંઘીદાટ હોટેલોમાં નથી રહેતા , ચકાચક ગાડીઓ નથી વાપરતા , ઊંચા પગારોવાળી પદવીઓ ઊભી નથી કરતા તથા ફેન્સી યુનિફોર્મ નથી સીવડાવતા . તે ફક્ત ખર્ચા પર કાપ મૂકવા માટે જ નહીં , પરંતુ આપણને આપણી આંતરિક શક્તિ તથા નિર્ણય પર વિશ્વાસ છે .
મંઝિલ પર પહોંચવા કરતાં મજલ કાપવામાં વધારે મજા છે અને આપણે તો હજી સફર શરૂ જ કરી છે.