ગઝલના પણ પ્રાણ છે
થાય છે દિલમાં શું એની જાણ છે,
આપના દિલમાં ઘણી તો તાણ છે,
કેમ આ છુપાવશો રહસ્ય બધા,
આપનું દિલ દર્દની તો ખાણ છે,
ઘાયલોની વેદનાઓ તો ઘણી,
આપના દિલમાં ખુપેલાં બાણ છે,
છે બહું નાનું હૃદય પણ તે છતાં,
કેટલા દર્દો ભરેલી માણ છે,
ચૂકવી તો ના શકાશે કોઈથી,
ખૂબ ઉંચા એમના તો દાણ છે ,
તોડશો ના મારું આ દિલને કદી,
આપને તો પ્રેમની તો આણ છે,