કાર્લોસ સ્લિમ | કમ્યુનિકેશન બિજસનેસમેન
Born: 28 January 1940 (age 80 years), Mexico City, Mexico
Spouse: Soumaya Domit Gemayel (m. 1967–1999)
THE INSPIRATIONAL MOTIVATIONAL THOUGHTS OF "CARLOS SLIM"
લોકો મને કઈ રીતે યાદ કરશે , તે વિચારીને જીવવામાં હું નથી માનતો . જે દિવસે અન્યના અભિપ્રાયો માટે જીવવા લાગો , તે દિવસે તમારું મૃત્યુ નિશ્ચિત માનજો .
ટેકનૉલૉજીના આ જમાનામાં બધો ભાર આપણે ઉપાડવાની જરૂર નથી . હળીમળીને કાર્યની વહેંચણી કરવાની વૃત્તિ રાખવી જ પડે .
મારી પાસે શોભાના ગાંઠિયા જેવું લેપટોપ કૉપ્યુટર છે , પણ મેં હજી સુધી એ વાપર્યું નથી . હું કાગળ - પેનનો માણસ છું , ઈલેકટ્રોનિક રમકડાંનો દીવાનો નથી .
પરાપૂર્વથી ચાલી આવતા ધંધા - ઉધોગ ( લોખંડ - પોલાદ , કાગળ ) પડી ભાંગશે તેવું માનનારાઓ ભારે મોટી ભૂલ કરે છે . ખરેખર તો નવી સંસ્કૃતિને જૂના બિઝનેસ મૅક્સ જ કામ લાગશે . જેમ કે ઇન્ટરનૅટ પર બધું ન વેચાય , દુકાનોની જરૂર તો પડવાની જ .
ઇન્ટરનૅટ બધાં તાળાંની એકમાત્ર ચાવી છે . ઇન્ટરનૅટ નવી સંસ્કૃતિનું હૃદય છે તો ટેલિકોમ્યુનિકેશન તેની કરોડરજ્જુ છે . આ ડિજીટલ યુગમાં આપણે અમેરિકા ભણી પ્રયાણ કરવું પડશે કેમ કે તે અગ્રણી દેશ છે .
હું કંપનીમાં પાયરીઓની લાંબીચૌડી હારમાળાઓ સર્જવામાં નથી માનતો . પદવીઓની સીડી બને તેટલી ટૂંકી રાખવામાં જ કંપનીનું ભલું છે . મૅનેજમૅન્ટના પડ ઓછાં રાખવાથી અધિકારીઓને રોજિંદા કામમાં રસ જાગે છે.
કાંઈપણ કરવાનું નક્કી કરો , તો તત્કાળ એનો અમલ કરો .
વહાણ ડૂબતું હોય ત્યારે તેમાંથી કૂદી પડનારાઓનો તોટો નથી હોતો , પરંતુ જે ટકીને વહાણને બચાવી લે છે તે ખરા મરજીવા સાબિત થાય છે.
પ્રભુએ તમારા પર સંપત્તિની જેટલી વધુ મહેર કરી હોય , તેટલી જ સમાજ પ્રત્યેની તમારી જવાબદારી વધારે . નફાના આંકડા સામે જોઈને કંપનીઓ ચલાવવી જોઈએ , પરંતુ એ નફો પાછો સમાજ તરફ વાળવો એટલો જ જરૂરી છે . સફળ બિઝનેસમેન તરીકેનાં આવડત અને અનુભવ સમાજોપયોગી કાર્યો માટે વપરાય , તેથી રૂડું શું હોઈ શકે ?!
દાન આપી દેવાથી ગરીબાઈ દૂર ન થાય . હું તો પ્રશ્નના મૂળમાં જઈને ઉકેલ લાવવામાં માનું છું .
જે વ્યક્તિ બિઝનેસમાં સફળ થઈ શકે , તે અચ્છો દાનવીર પણ થઈ શકે . પણ પૈસા આપી દેવાથી પતતું નથી . પ્રશ્નના મૂળમાં જઈ , સમજીને , ઝડપથી નિર્ણયો લેવા પડે છે.
BUY The Billion Dollar Book CLICK THIS LINK