Bill Gates
Born: 28 October 1955 (age 65 years), Seattle, Washington, United States
Spouse: Melinda Gates (m. 1994)
THE INSPIRATIONAL MOTIVATIONAL THOUGHTS OF BILL GATES
- મેં જીવનમાં ખૂબ ઓછી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તે જ મારી. સફળતાનું સાચું રહસ્ય છે,
- તમારા સૌથી અસંતુષ્ટ ગ્રાહકો પાસે જ તમને સૌથી વધુ શીખવા મળે છે.
- ઈન્ફમેશન ટેકનૅલૉજી અને વ્યાપાર એ બંને એકમેકમાં તાણાવાણાની જેમ એવા તો વણાઈ ગયાં છે, કે તમે ઈન્ફો.
- ટેકનૉલૉજીની વાત કરો તો તમારે બિઝનેસની વાત કરવી જ પડે.
- બોચિયાઓ સાથે પણ સારું જ વર્તન કરજો. ન કરે નારાયણ, ને કાલે સવારે એ તમારો બેંસ થઈ જાય !
- માઈક્રોસૉફટની સફળતાનાં મુખ્ય બે કારણો છે. અમે અમારી પ્રોડકટ્સમાં સતત સુધારા-વધારા કર્યા છે તથા ઉત્પાદનખર્ચ નીચું રાખ્યું છે. ઈન્ફોર્મેશન ટૅકનૉલૉજીને તદ્દન સરળ બનાવીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું કાર્ય અમે કર્યું છે.
- વ્યક્તિ સામે સવાલ મૂકો તથા તેને હલ કરવાનો માર્ગ દેખાડો, તો તેણે કામ તો કરવું જ પડે... આ મારી માન્યતા છે.
- કૉપ્યુટર ઈન્ડસ્ટ્રીની માફક જનરલ મોટર્સે પણ જો વખત પારખીને તેમની ટૅકનૉલૉજીમાં સતત સુધારા-વધારા કર્યા હોત, તો આજે એક ગેલન પેટ્રોલમાં હજાર માઈલ દોડે તેવી પચીસ પૅલરની (સસ્તી) ગાડીઓ બજારમાં મળતી હોત!
- સારું બનાવતા ન આવડતું હોય તો સારું દેખાય તેવું તો બનાવો !
- સફળતાને વધાવવાનો વાંધો નથી , પરંતુ નિષ્ફળતા તરફ જાગૃત રહીને તેમાંથી પાઠ ભણવામાં વધુ ડહાપણ છે.
- જીવનને સત્રોમાં વહેંચી શકાતું નથી . અહીં ઉનાળાનું વૅકેશન નથી મળતું . કોઈ નોકરી તમારી રાહ જોઈને બેસતી નથી .
- જીવન હંમેશા સરળતાથી નથી વીતતું . દરેક મુશ્કેલીઓથી ટેવાવું પડે છે .
- નાની ઉંમરે સફળતા મળે તો શીખવા કાંઈ ન મળે . ઘણીવાર તો નિષ્ફળતા પચાવવી અઘરી પડે છે .
- આ ધરતી પરના છ અબજ માણસોમાંથી ચાર અબજ લોકો કેવી રીતે રહે છે , તે જાણવાની આપણે જરાય પરવા કરતા હોત તો આપણે અન્યને મદદ કરવા માટે અવશ્ય હાથ લંબાવત .
- મને તો બિઝનેસમાં હરીફાઈનું તત્ત્વ ગમે જ છે . હું મિટિંગોમાં મારી કંપનીના માણસોને અચૂક પૂછું છું : ‘ ભાઈ , આપણે ક્યાં ઊણા ઊતર્યા ? એ જગ્યાએ પહોંચવામાં કેમ મોડા પડ્યા ... તે જાણવાની તમે તસ્દી લીધી ખરી ? ' ' બસ , ધંધામાં હરીફાઈનું એ તત્ત્વ જ મને ટકાવી રાખે છે .
- નવી નવી ચીજવસ્તુઓ બનાવવી , બજારમાં મૂકવી તથા લોકો એ વાપરે ત્યારે આનંદ લેવો મને ગમે છે , પરંતુ સરકારી હસ્તક્ષેપથી હું કંટાળું છું ,
- કામ કરું ત્યારે હું ખૂબ ગંભીર હોઉં છું , પણ બાળકો સાથે એ ગાંભીર્યનું બાષ્પીભવન થઈ જાય છે .
- મારી પાસે સો અબજ ડૅલરની સંપત્તિ છે . જુઓ , તમને સમજાવું ... જો આજ પછી હું એકેય ર્ડોલર ન કમાઉં તો બાકીનાં સો વર્ષ સુધી રોજના ૩૦ લાખ રૂપિયા વાપરી શકું તેટલી સગવડ મારી પાસે છે ... પણ મિલિયન ડૅલર આપતાં ય માણસ પોતાનો જમણો હાથ થોડો કાપી આપે ? ( અર્થાત , પૈસો સર્વસ્વ નથી . )
- કોઈપણ ધંધો ચાલુ કરવા માટે અત્યારે શ્રેષ્ઠ સમય છે . છેલ્લાં પચીસ વર્ષમાં બિઝનેસ વર્લ્ડમાં જે પ્રગતિ નહોતી થઈ , તેટલી પ્રગતિ હવેનાં ફક્ત દસ વર્ષમાં થવાની છે તેની મને ખાતરી છે .
- ફકત પચ્ચીસ વર્ષના ટૂંકાગાળામાં વિશ્વની કાયાપલટ કરી દેનાર કંપ્યુટર સૉફટવેર ઇન્ડસ્ટ્રીનો હું હિસ્સેદાર છું , તેનો મને ગર્વ છે . જગતના ઇતિહાસમાં આટલા ટૂંકા ગાળામાં આટલી નોકરીની તકો ઊભી કરનાર , આટલી નવી શોધખોળો કરનાર તથા માનવીને આટલો તાકતવર બનાવનાર બીજી એક ઈન્ડસ્ટ્રી તો મને બતાવો !!
- ઇન્ટરનેટ કરતાં ઝડપી એક જ શસ્ત્ર છે ટેલિપથી .... એટલે કે માનસિક આદાન - પ્રદાન
- બાળક તરીકે હું ખૂબ સ્વપ્નાં જોતો ... કારણ એ , કે હું ખૂબ વાંચતો .
- બાળકોનાં જન્મ પછી મારા જીવનમાં એક પ્રકારની સમતુલા આવી છે . ગધાપચીસીનાં વર્ષોમાં મેં ભાગ્યે જ વૈકેશન માણ્યાં છે , પરંતુ હવે મારી પત્નીની મદદથી હું મારા જીવનને સંતુલિત કરી રહ્યો છું .
- નવી ટેકનૉલૉજીને વિકસતાં સમય તો લાગે જ . પરંતુ ઘણીવાર એ રાહ જોવામાં પણ મજા છે . પર્સનલ કયૂટર ( PC ) બનતાં કેટલો સમય લાગ્યો હતો તે યાદ છે ? ૧૯૭૫ માં તો અમે તેની વાતો કરતાં હતાં અને અમારા તેર ગ્રાહકોએ રાહ જોવામાં જ દેવાળું ફૂક્યું. ફકત એક જ કંપની ટકી. તે હતી ‘ ઍપલ ' !
- રવિવારની સવારે ચર્ચમાં જવા કરતાં બીજી ઘણી સારી પ્રવૃત્તિઓ મારી પાસે છે. ( ક્રિયાકાંડમાં થતો સમયનો દુરુપયોગ મને પસંદ નથી.).
BUY The Billion Dollar Book CLICK THIS LINK