મેં પણ ક્યાં બધાને યાદ રાખ્યા છે ?
કોઈ ભૂલી ગયું છે અને એ ફરિયાદ હું કેમ કરું
મેં પણ ક્યાં બધાને યાદ રાખ્યા છે ?
શબ્દોના ઉઝરડા ને લાગણી નો મલમ ,
આવા તો કેટકેટલાય સ્વાદ મેં ચાખ્યા છે .
મેં પણ ક્યાં બધાને યાદ રાખ્યા છે ?
એક પળ ની મુલાકાતમાં , એક ક્ષણ ભરના સાથમાં ,
જીવનભર ના સપના મેં માગ્યા છે .
મેં પણ ક્યાં બધાને યાદ રાખ્યા છે ?
કોઈ પાસે પણ નથી ને દૂર દૂર સૂધી યે નથી ,
એના અહેસાસ માત્ર થી દિલના અરમાન જાગ્યા છે
ભલેને કોઈ યાદ કરે કે ના કરે મને
મેં પણ ક્યાં બધાને યાદ રાખ્યા છે ?
તેજસ....