Advertisement



એકવાર કરી જો ! Amazing Poetry by himmat sign zala | WORDS OF SAMARPAN




એકવાર કરી જો !

ભાવ દિલના તું કળી જો,
એકવાર  મને  મળી જો,

ત્યાં જ ઊભો છું હજી હું,
જો ફરી પાછું વળી જો,

પ્રેમનું મહત્વ બહું છે,
એકવાર જરા ભળી જો,

વેદના એ વિરહની અસહ્ય,
એકવાર જરા બળી જો,

ઝેરના તો પારખા કર?
એકવાર જરા ગળી જો,

હિંમતસિંહ ઝાલા