હે જિંદગી...
હવે કેટલું ચાલીસ હે જિંદગી.
હવે કેટલું માલીસ હે જિંદગી.
કાલે તો તું એક ડગલું ભર્યુ છે,
આજ ક્યાં વળીશ હે જિંદગી.
ચાલ બદલવામાં થાકી ગયેલી,
કઇ રીતથી મળીશ હે જિંદગી.
આપશે કોઈક હાલનો સહારો,
હર હાલતે જીવીશ હે જિંદગી.
કેટલું બધું જીવી ને જાણ્યું છે,
તું, અજાણી રહીશ હે જિંદગી.
મરી ને શું જાણીશ હે જિંદગી,
શુષ્કને ના બાળીશ હે જિંદગી.
-શુષ્ક પિરોજપુરી (પાલનપુર)