હવે હાથ ના લંબાવજે...
****************
હવે હાથ ના લંબાવજે હે મનવા,
ઘણું માગ્યું છે હળવે હાથ જોડીને....
હવે હાથ ના લંબાવજે હે મનવા...(૨)
તે કર્યું છે તારા મનને ગમતું,
આપ્યું સદા તને તારું ગમતું,
તું સદાય...તું સદાય મારા મનમાં રમતો...
હવે હાથ ના લંબાવજે હે મનવા...(૨)
તું ભૂલ કરેને માફ કરવી પડે છે મારે,
રોજે રોજનું શરણું દેવું પડે છે મારે,
રાખવી તારી..રાખવી તારી સદાય સંભાળ
હવે હાથ ના લંબાવજે હે મનવા...(૨)
રોજ તારો અહીં એક નિસાસો,
ક્યાં સુધી રહુ હુંતારો વિશ્વાસો,
હવે જાત પર...હવે જાત પર ભરોસો રાખ
હવે હાથ ના લંબાવજે હે મનવા...(૨)
આશ તારી કાયમની રહી છે,
કાયમ તારી માંગણી કહી છે,
તારી સદા...તારી સદા પુરી કરી છે આશ
હવે હાથ ના લંબાવજે હે મનવા...(૨)
હવે હાથ ના લંબાવજે હે મનવા,
ઘણું માગ્યું છે હળવે હાથ જોડીને....
હવે હાથ ના લંબાવજે હે મનવા...(૨)
-શુષ્ક પિરોજપુરી (પાલનપુર )