Advertisement



Best powerful motivational video in Gujarati | inspirational speech by Nikunj Kukadiya (samarpan)




શું કરવું નહિ પડે ? 

વિચારીને બોલશો તો થુંકેલું નહિ ચાંટવું પડે,
સાચું બોલશો તો બોલેલું યાદ નહિ રાખવું પડે.

સમયસર રહેશો તો ક્યારેય  ભાગવું નહિ પડે, 
દિવસે મહેનત કરશો તો રાત્રે જાગવું નહિ પડે. 

નીતિવાન હશો તો મંદિર નહિ સ્થાપવું પડે, 
તમે પ્રમાણિક હશો તો વચન નહિ આપવું પડે. 

જો સારા જ હશો તો સારા નહિ લાગવું પડે,
અને સંતોષી હશો તો ઈર્ષાથી દાઝવું નહિ પડે. 

દ્રઢ હશો તો કોઈના તાલે નહિ નાચવું પડે,
આચરણમાં શુદ્ધ હશો તો મન નહિ માંજવું પડે. 

દિલ મોટું હશે તો ઘરનું કદ નહિ માપવું પડે,
મન ખુલ્લું હશે તો બીજું કશુય નહિ ઢાંકવું પડે.