એક અઢારેક વષઁની દીકરીની વાત છે.
જેનુ નામ હિર. હિર ખૂબ જ talented છોકરી હતી.
અને તેનુ અને તેના પપ્પાનું એક જ સપનું હતુ.આઈ. પી. એસ. ઓફિસર બનવું.
એક દિવસ હિરના પપ્પા સવારે ન્યુસ પેપર વાંચતાં હતા અને તેમણે જોયું કે રેપ કેસ ખૂબ જ વધી રહયા છે. એટલે એમને એવો વિચાર આવ્યો કે હિર સાથે આવું કઈક થયું તો..? એ કેવી રીતે સામનો કરશે..?? તેમણે આ બાબતે ઘણુ વિચાયુઁ. અને સાંજે તેમણે હિરને કહ્યુ કે, "બેટા હિર તારે સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ લેવી જોઈએ. આજ કાલ રેપ કેસ ખૂબ જ વધી રહ્યા છે. હિર કઈ પણ બોલે એ પહેલાં તો એનાં દાદી ભડકયા અને કહ્યું, અરે આવું કઈ શોભતું હશે, કાલે પરણાવવાની થશે રસોઈ કરતા શીખો, આ કરાટે બરાટે છોકરાઓનું કામ છે, છોકરીઓના હાથમાં તો પાટલી-વેલણ જ શોભે."
હિરને ખૂબ જ દુઃખ થયુ એ કઈ પણ બોલ્યા વગર જ પોતાની રૂમમાં જતી રહી. બીજા દિવસે હિર જયારે job પરથી ઘરે આવી ત્યારે તેનાં પપ્પાએ તેને ફોર્મ આપ્યુ અને કહ્યું, "લે આ તારું ફોર્મ છે. જલદીથી સબમિટ કરી દે અને ઘરે કોઈને કહેતી નહીં કે તું ટ્રેનિંગ લે છે." હિર બોલી, " પણ પપ્પા દાદીને ખબર પડશે તો...?" હિરના પપ્પાએ કહ્યુ, "અરે, દીકરા એનું ટેન્શન ના લે. હું છું ને તારી સાથે...તું બિન્દાસ જજે. અને મન ભરીને ટ્રેનિંગ લેજે. "
હિરે આવી રીતે એક મહિનો ટ્રેનિંગ લીધી. બધુ જ શીખી કેવી રીતે સામનો કરવો, કઇવી, હિંમત કેવી રીતે વધારવી...
થોડાક દિવસ પછી કઇક એવું બન્યું કે એ કોલેજથી જોબ પર ગઇ અને જોબ પરથી સાંજે ઘરે આવી રહી હતી તો રસ્તામાં તેને જાડીઓ પાછળ સળવળાટ દેખાયો એટલે એણે તરત જ ગાડી રોકી અને એ તરફ ગઇ. ત્યાં જોયું તો બે છોકરાઓ એક છોકરીની છેડતી કરી રહ્યા હતા અને આસપાસ કોઈ નહોતુ દેખાતું. હિરે તેમને કહ્યું ,'અહીંયાંથી જતા રહો નહિતર હું પોલીસને બોલાવીશ." આટલુ સાંભળતની સાથે એવામાં એક છોકરો બોલ્યો," અરે તું આને સંભાળ. હું આને નીપટાવી લઉ. એક નંબર માલ લાગે છે." બીજો છોકરો બોલ્યો, "હા, આજે તો એક તીરને બે નિશાન લાગ્યા છે. "
પરંતુ હિર જરાક પણ ગભરાઈ નહી અને હિમંતથી સામનો કર્યો. એક પછી એક બંને છોકરાઓને માયાઁ. ટ્રેનિંગ માં જે શીખી હતી એ ટેકનિક એણે વાપરી અને બંને છોકરાના પગમાં માયુઁ. જેથી તેઓ પડી ગયા. થોડીક જ વારમાં ત્યાં બધા ભેગા થઈ ગયા અને પોલીસને બોલાવીને કાયદેસરની કાયઁવાહી કરી.
આ કહાનીમાં હિરની મદદથી તે છોકરી તો બચી ગઈ પરંતુ શું આપણા સમાજમાં દરેક છોકરીઓ આવી રીતે સુરક્ષિત છે ખરી?? મિત્રો આપણે પણ આપણી દીકરીઓને આવી રીતે ટ્રેનિંગ લેવડાવીને તેમની સેલ્ફ ડિફેન્સ માટેની તૈયારી કરાવવી જોઇએ. જેથી ભવિષ્યમાં એની સાથે કઇ દૂઘૅટના થાય તો તેનો સામનો કરવામાં એ સક્ષમ રહે.....