મજા આવશે દોસ્ત, બહુ મજા આવશે
હું કહું છું, બધાને મળવાનું રાખો,
દાંત ચાલ્યા જશે પછી કોણ અખરોટ ચાવશે?
વાતો કરો બાળપણ-જવાનીની,
પછી કોણ જાણે કયારે મળવાનું આવશે?
હજુ તો તમે હાલતા-ચાલતા છો,
કાઢો ગાડીને સ્કૂટર ,
કાલ કોણ તમને મુકવા આવશે?
દેખાય તો છે બત્રીસી સલામત,
હસી લો ખુલ્લેઆમ,
કાલે ચોકઠું શોધવામાં સમય જશે.
માંગી લો માફી મિત્રોની,
નહિતર જીંદગીભર વસવસો કોરી ખાશે.
ફિલમ-બિલમ જોવાનું રાખો,
બંધ બારણે પછી કોણ સીસોટીઆો વગાડશે?
સપના તમારા ખુદના સાકાર કરવાનું રાખો,
નહિતર , કોઇ બીજુ તમને કામે વળગાડી દેશે....
Maja avse dost, bahu maja avse...
Hu kahu chhu badha ne malvanu rakho,
Dant chalya jase pachi kon akhrot chavse?
Vaato karo balapan-javani ni,
Pachi kon jane kyare malvanu avse?
Haju to tame halta-chalta chho,
Kadho gadi ne scooter,
Kale kon tamne mukva avse?
Dekhay to che batrisi salamat,
Hasi lo khulle am,
Kale chokathu shodhva ma samay jase.
Mangi lo mafi mitro ni,
Nahitar, Jindgi bhar vasvaso kori khase.
Filam-bilam jovanu rakho,
Bandh barane pachi kon sisotio vagadse?
Sapna tamara khud na sakar karvanu rakho,
Nahitar, koi biju tamne kame valagadi jase...