Advertisement



ochintu koi mane GUJARATI JODAKANA | ઓચિંતુ કોઇ મને રસ્તે મળે | WITH KAJAL OZA WAIDHYA | WORDS OF SAMARPAN

Gujarati Jodakana 






ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

ધ્રુવ ભટ્ટની આ રચના કપરા સંજોગોમાં હસતાં શીખવાડે છે.સુખ:દુખના ચક્રમાં સહેજ પણ ઉદાસ થયા વગર અમૃતરૂપી સ્મિતની સુગંધ ફેલાવતા રહેવા માટેની પ્રેરણા આપે છે.
કાજલ ઓઝા વૈદ્યના બારડોલી આશ્રમશાળાની મુલાકાત દરમ્યાન આશ્રમશાળાની દીકરીઓના અવાજમાં ધ્રુવ ભટ્ટની આ રચના સાંભળવા જેવી છે...!!!