વિતેલા દિવસો પાછા નહિ આવે,
સમયની કિંમત સમજતા થઇએ.
તું પણ નહીં બોલે અને હું પણ નહીં બોલુ,
સંબંધો વચ્ચેનો આ ego તોડતા થઇએ.
વાંક મારો હોય કે તારો,
એ ભૂલીને ચાલો સંબંધ સાચવતા થઇએ.
આજે જીવતાં છીએ, કાલની કયાં કોઇને ખબર છે,
થોડો સમય સંબંધોને આપીએ અને એકબીજાની સંભાળ લેતા થઇએ.
જેટલી પણ જીંદગી મળી છે ,
તે પ્રેમથી અને હળીમળીને વિતાવી લઇએ.
થોડોક નિ:સ્વાથંઁ ભાવ રાખીને
સુખ દુ:ખમાં એક બીજાની સાથે રહીએ.
જેવો પણ સમય વીત્યો હોય સારો-નરસો,
બસ મરણ સુધી સાથ નિભાવતા રહીએ.