Advertisement



ગુલામ ભારત કી કહાની - Krunal Dhakecha

 


   આજે 15 ઓગસ્ટ એટલે કે આઝાદી નો દિવસ. ભારત ની આઝાદી ના આજે 74 વર્ષ પછી પણ આજે ભારત દેશ ગુલામ છે. હા ખરેખર ભારત આજે ગુલામ છે. આજે દેશ માં ખૂલે આમ શોષણ થાય છે. ચોરી લુંટ ફટ. આ બધુ તો ઘણા સામે થી ચાલ્યું આવે છે. પણ અત્યાર ની પેઢીની જો રિયલ ગુલામી છે તો એ છે. યુવાનો કેટલી મેહનત, આવડત, પૈસા નો વ્યય કરીને ભણે છે અને જ્યારે તે માર્કેટ માં આવે ત્યારે એ બધુ ચોપડિયું જ્ઞાન શૂન્ય સમાન છે.આજે જે ભણાવવા માં આવે છે તે નોકરી કે વ્યવસાય માં કામ લાગતું નથી. અને જે કામ લાગે છે ભણાવવા માં આવતું નથી.આ તો થઇ રોજગારી ની વાત. 

હવે વાત દેશ ની સૌથી મોટી ગુલામી એટલે કે સરકાર ના કર્મચારીઓ અને પ્રતિનિધિઑ. સાહેબ, સરકાર માં કેટલાક કર્મચારી એવા છે જે દેશ ને બદલવા કામ કરે છે. અને કેટલાક કર્મચારી  પોતાનું સ્ટેટસ બદલવા કામ કરે છે. કારણ કે સરકારી નોકરી હોય એટલે આ દેશ તેના નામ ની આગળ સર કે સાહેબ લગાવે છે. ફલાણા સાહેબ આવ્યા.. ને ઘણું બધુ. આજે માણસ ને આ દેશ માં ન્યાય મેળવવા માટે માણસ ની જિંદગી પૂરી થઈ જે તો પણ ન્યાય મળતો નથી. કારણ કે આ અખંડ ભારત માં સ્પેશિયલ નાગરિકો ની ઓળખાણ એટલી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ ની સામે ફરિયાદ કરવા જે તે પેહલા એ વ્યક્તિ ની લાશ તેના ઘરે પહોંચી જે છે. સરકાર જાહેર કરે છે કે અકસ્માત થી મૃત્યુ થયું. શું આ દેશ માં યમરાજે સ્પેશિયલ કોટા નું આયોજન કરેલું છે? કે જે વ્યક્તિ કોઈ ના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની કોશિશ કરશે તો એમનું મોત પેહલા આવશે? હાલ માં ચાલી રહેલા સુશાંત સિહ રાજપૂત નો કેસ જ જોઇ લો. ઘણા લોકો કહે છે કે સીબીઆઇ તપાસ થવી જોઈએ. પણ લોકો ખાલી કહે છે. કારણ કે લોકો ખાલી બોલે છે. કરતાં કશુંજ નથી. કારણ કે કોણ જાણે આગળ નો અકસ્માત તેમની સાથે થયો તો? જવાબદાર કોણ સરકાર? જી નહી કોઈ નહી. 

કારણ કે આ અખંડ ભારત ની પ્રજા ના મન માં એક વાત બહુ સ્પષ્ટ અને ક્લિયર છે. કે જે લોકો સરકાર વિરુદ્ધ માં બોલે છે, એ કાંતો રાજકારણ માં જવા માંગે છે કાંતો પોતાના ખિસ્સા ભરવા માંગે છે. આનો મતલબ એમજ હતો ને કે ગાંધીજી પણ રાજકારણ માં જવા માંગતા હતા અને પોતાના ખિસ્સા ભરવા માંગતા હતા? 

ચાલો હવે વાત કરીએ સામાજિક ગુલામીની. આ સમાજ માં ઘણા પ્રકાર ની ગુલામી છે. પતિ પત્ની હોય, માં બાપ હા, સાહેબ માં બાપ પણ... અત્યારે ઘણા લોકો કહે છે કે છોકરા પોતાના માં બાપ ને વૃદ્ધાશ્રમ માં મૂકવા જાય છે. શા માટે? તો એનો જવાબ હું મારા માટે આપું. નાના બાળકો એજ શીખે છે. જે તે જુએ છે. 

આ વાત આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. એક બાળક છે. એક બાળક ના પિતા અને બાળક ના દાદા વચ્ચે ખૂબ જઘડો થાય છે. કારણ કે બાળક ના પિતા ને તેના પિતાજી એ વ્યવસથીત 

સાચવ્યો ન હતો. આ બધુ બાળક જુએ છે કે તેમના પિતા અને દાદા જઘડો કરી રહ્યા છે. બાળક ના મન માં ત્યારે એક વાત બધુ સ્પષ્ટ થઈ ગઈ કે જો “ પિતા હેરાન કરે તો આપણે તેની જોડે જઘડો કરવો જોઈએ.” એમ બાળકનો કોઈ વાંક નથી કારણ કે બાળક એજ કરે છે જે જુએ છે. આમ એ બાળક મોટું થઈ ને તેના પિતા સાથે પણ જઘડો કરે છે. 

હવે વાત સાસરિયાં માં ચાલતી ગુલામી ની વાત. હાલ આમ આ વાત બહુ શરમ જનક છે કે સાસરિયાં પક્ષ પોતાની વહુ ને એ દ્રષ્ટિ એ જુએ છે કે તે એક પર્મનેટ નોકર હોય. જી હા નોકર. કારણ કે ચાલો એક વાત સમજીએ. એક કુટુંબ હોય અમાં એક મોટા પિતા અને તેના 2 સંતાન હોય 1 દીકરો 1 દીકરી.. દીકરો - દીકરી બંને ના લગ્ન થઈ જાય. હવે આમાં સમસ્યા એ છેકે જ્યારે દીકરી ઘરે મળવા આવે ત્યારે. વહુને પોતાના પિયર જવા દેવા માં ખૂબ એટલે ખૂબ જ તકલીફ પડે છે. કારણ કે દીકરી મળવા આવી છે. એટલે દીકરી હવે કઈ કામ કરશે નહી. સાસુ ને તો વહુ આવ્યા પછી સાવ આરામ થઈ જે છે એટલે હવે સાસુ કામ કરશે તો એમના શરીર ને ખૂબ જ કષ્ટિ પડશે... અને મમ્મીને કષ્ટિ પડે એ તેના દીકરા ને ગમે નહી. એટલે દીકરો પોતાની વહુ ને કહે છે કે “ તું પિયર જતી રહીશ તો અહિયાં કામ કોણ કરશે ?” અરે સાહેબ એ પણ કોઈ ઘર ની દીકરી છે. તમારી દીકરી તમને જેમ વહાલી છે. એમ તમારી વહુ ના બાપ ને બાપ એમની દીકરી વહાલી છે. થોડું સમજો અને માનસિકતા બદલો અને આ દેશને થોડોક આઝાદ કરો... 

ખાલી ભારત માતા ની જય બોલવાથી બધુ બદલાતું હોત તો આજે ભારત મહા સત્તા હોત!

-Krunal Dhakecha