Advertisement



ભગવાને એક ખૂબ જ મૂલ્યવાન ભેટ (GIFT) આપી છે. એ ભેટ એટલે કે "SMILE" - Mansi Mangroliya

 

આ દુનિયાના બધા જ લોકોને એ પછી  કોઈ પણ હોય ભારતીય, અમેરિકન, પાકિસ્તાની,ઓસ્ટ્રેલિયન, એ પછી કોઈ પણ જાતના,કોઈ પણ રંગના, કે કોઈ નાનું જન્મેલું બાળક, યુવાન વ્યકિત કે ઘરડા વ્યકિત,ગરીબ કે ધનિક વ્યક્તિ બધા જ ને ભગવાને એક ખૂબ જ મૂલ્યવાન ભેટ (GIFT) આપી છે. એ ભેટ એટલે કે "SMILE".ભગવાને આ ભેટ બસ આમ જ બંધ રાખીને મુકવા માટે આપ્યુ નથી. એને ખોલો અને સમય પર એનો ઉપયોગ કરવો જોઈએ. આજકાલ લોકો હસવાનું જ ભુલી ગયા છે ,આપણે ગમે ત્યાં જઈએ કોઈકને કોઇક એવા લોકો મળે જ કે જે  કંઈ પણ પ્રોબ્લમના લીધે ચિંતામાં હોય. બધા જ લોકોને કોઈ ને કોઈ વાતનું દુઃખ કે ચિંતા રહેતી હોય છે, તેમાંને તેમાં આપણે ભગવાને આપેલી ભેટનું બોક્ષ ખોલવાનું જ ભુલી ગયા , દુનિયાની દરેક વ્યક્તિ જયારે Smile  કરે છે ને ત્યારે તે દરેક જ વ્યકિત ખૂબ જ સુંદર દેખાય છે.  Smile સામે તો ગમે તેવો મેક અપ પણ ફિક્કો  પડે. દુનિયાની આ એક જ મૂલ્યવાન ભેટ છે જેને  પૈસાથી ખરીદી શકાય તેમ નથી કારણ કે તે કોઇ પણ વ્યક્તિને મફત આપી પણ શકાય છે અને સામે વાળી વ્યકિત પાસેથી મેળવી પણ શકાય છે. 

Smileની કોઈ કિંમત  તો નથી,  પણ એ ખૂબ જ મૂલ્યવાન છે. 😁બસ એક smile જે આખી દુનિયા બદલી શકે છે. જો કોઈ સંબંધમાં કડવાશ આવી હોય ત્યારે પણ આ Smile બગડેલા સંબંધ સુધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.  આપણી જીંદગીમાં Smile નું મહત્વ તો ખૂબ જ છે જો આપણને સમજાતા આવડે તો અને તેનો સમયસર ઉપયોગ કરતા આવડે તો. હું તો એટલું જરૂર કહીશ કે તમારી Smile બીજા ના ચેહરા પર ખુશી લાવી શકતી હોય ને તો જરૂર થી Smile કરજો કારણ કે Smile કરવા માટે કઈ તમારે તેના પર Rent નથી ભરવાનો. ભગવાને આપેલી આ ખૂબ જ મૂલ્યવાન અને ખૂબ જ Beautiful સ્માઇલ નો આનંદ માણો. આ Smile એ કોઈ ગરીબ બાળકના ચેહરા પર પણ જોઇએ ને તો પણ એ Smile વાળો ચેહરો ખૂબ જ વધારે ખીલતો દેખાય છે. દુનિયાની દરેક વ્યક્તિ પાસે એક કિંમતી ઘરેણું  છે એ છે SMILE😊.

                          

ભગવાને દુનિયામાં  બધાને જ બધુ સરખુ તો નથી આપ્યુ પણ એક Smile છે જે ભગવાને બધા જ લોકો ને સમાન આપી છે. SO KEEP SMILING ALWAYS...                      

                               -MaNsi V. MaNgrOliYa😁

                                                    ~sMiLeLoVer