મહાભારતના યુદ્ધમાં પોતાના પિતા દ્રોણાચાર્યને દગાથી મારી નાખ્યાનું જાણી અશ્વત્થામા બહુ ક્રોધિત થઈ ગયો અને એને પાંડવ સેના પર ખતરનાક નારાયણ શસ્ત્ર છોડી દીધું. જેનો કોઈ પણ પ્રતિકાર કરી શકતું ન હતું. અને જેની પાસે હથિયાર હોય ને લડવાની કોશિશ કરે એના પર અગ્નિ વરસાવી તરતજ નષ્ટ કરી દેતું હતું.
ભગવાન શ્રીકૃષ્ણએ સેનાને પોતપોતાનાં હથિયાર છોડી ચુપચાપ હાથ જોડી ઉભા રહેવાની સૂચના આપી. અને કહ્યું મનમાં પણ યુદ્ધ કરવાનો વિચાર ન લાવતા આ એને પણ ઓળખી લઈ નષ્ટ કરીદે છે.
નારાયણ શસ્ત્ર ધીમે ધીમે એનો સમય પૂરો થતાં શાંત પડી ગયું.
દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય, પ્રકૃતિના પ્રકોપથી બચવા માટે આપણે પણ અમુક સમય માટે બધું કામ છોડી, ચૂપચાપ હાથ જોડીને, મનમાં સારા વિચારો રાખી, એક જગ્યાએ થોભી જવું જોઇએ.
કોરોના પણ એનો સમયગાળો પૂરો થતાં શાંત પડી જશે. ભગવાન શ્રીકૃષ્ણએ બતાવેલો ઉપાય વ્યર્થ નહી જાય.