Advertisement



માય ડિયર પાગલ | my dear Pagal | by- Dhruvi Kheni


માય ડિયર પાગલ...
કેહવા માટે તો ઘણું બધુ છે પણ સંભળાવવા માટે કંઇ જ નથી.

માનું છું કે તારી સાથે નથી, પણ પાગલ તું જ કહે ને કેવી રીતે રહું તારી સાથે?
જે લાગણી થી આપણા બંને ના મન જોડાયેલા છે ને
એ લાગણી ને લાગણી જ રેહવા દઈએ.
મારે તારી સાથે જિંદગીભર  આ લાગણી ના તાંતણે બંધાય ને જ રેહવુ છે
લાગણી ને લગાન નથી બનાવવી મારે...

માનું છું,
 જરૂર છે તારી મારે, પણ આ જરૂર ને જરૂર જ રેહવાં દઈએ. જરૂરિયાત નથી બનાવવી મારે,
ગુસ્સો કરી ને નારાજ થાય ને ત્યારે તને મનાવવો છે મારે,
તારી નારાજગી મા પણ રાજ કરવું છે મારે

જે સુખ અને ખુશી તારી મિત્રતા માં મળે છે ને...
એને ગુમાવવી નથી મારે...
મિત્રતા ને મિત્રતા જ રહેવા દઈએ,
એને મિત્ર હતા એવું નથી બનાવવું મારે