Advertisement



મને છોડીને ક્યાં ગઈ છે તું માં | Mothers Day Special | poetry by - Nikunj Kukadiya (samarpan)


આંખોમાં ઝળઝળિયાં આવે છે માં
તારું નામ જ્યારે કોઈ અહીં લેતું
મને છોડીને ક્યાં ગઈ છે તું માં...

રાત રાત જાગીને આભમાં તારલાઓને
સરનામું તારું હું પૂછું માં...
હૂંફાળા સાડલાની કોર વિના માં
ક્હે આંખોને કેમ કરી લૂછું?
પાસ નથી તું એનું કેવું દુઃખ
મને અહીંયાં સહુ નમાયું ક્હેતું
મને છોડીને ક્યાં ગઈ છે તું માં...

આંખ જરા મીંચું કે મીંચું ના
એટલામાં આવે છે સામે તું મા
હાલરડાં કાનોમાં ગુંજ્યા કરે છે
મારે સૂવું તો કેમ સૂવું માં...
આંસુથી આંખ તારી ખૂલે ન માં
કે પછી કોઈ તને આવવા ન દેતું માં
મને છોડીને ક્યાં ગઈ છે તું માં...