વિખરાયેલા સંબંધો સમેટી લેજો
રુઠેલા લોકોને મનાવી લેજો
કોને ખબર કાલ આવશે કે નહીં
ઈશ્વરને બે મિનિટ પ્રાથૅના કરી લેજો
બે ઘડી દોસ્તો સાથે વાત કરી લેજો
કોને ખબર કાલ આવશે કે નહીં
મા બાપની સેવા મનભરીને કરી લેજો
અરે સમય કાઢીને કુદરતનાં ખોળે ઘડીક બેસી લેજો
કોને ખબર કાલ આવશે કે નહીં
જીંદગીની દરેક પળ દિલથી જીવી લેજો
આજ મળ્યો છે તો સપના સાકાર કરી લેજો
કોને ખબર કાલ આવશે કે નહીં