Advertisement



નામ છે દોસ્ત...


જેની સાથે ઠંડી ચા પણ હુંફાળી લાગે તે નામ છે દોસ્ત...
જેને અડધી રાતે ઉઠાડી હૈયું ઠાલવી શકાય તે નામ છે દોસ્ત...
જેની સાથે નાનકડી વાતમાં પણ હસી શકાય તે નામ છે દોસ્ત...
જેની સાથે  અરે મેગી પણ દાવત લાગે તે નામ છે દોસ્ત...
જેને બાથ ભીડીને રડી શકાય તે નામ છે દોસ્ત...
 જેની સાથે લોહીનો સંબંધ નથી છતાં વહાલું લાગે તે નામ છે દોસ્ત...
 દૂર હોવા છતાં ના ટૂટે તે લાગણીનો તાર છે દોસ્ત...
જેની સાથે થાય અઢળક વાતો છતાં થાક ના લાગે તે નામ છે દોસ્ત...
વર્ષો વીતી ગયા પછી પણ જેને મળતા ખુશ થઈ જાયને દિલ એ સુવાસ છે દોસ્ત....