Advertisement



મુસ્કાન બનીને...


મુસ્કાન બનીને તારા હોઠો પર રમવું  છે મારે
હૃદયની ધડકન બની તારા દિલ પર વસવુ છે મારે
તારી ખુશીનું કારણ બનવું છે મારે
કયારેક નારાજ કરીને તને મનાવવો છે મારે
વરસતાં વરસાદમાં તારી સાથે ભીંજાવું છે મારે
તારી યાદ સાથે નહીં પણ તારી સાથે જીવવું છે મારે
આગળ તો શું કહેવું મારે 
તારી જીંદગીનો ખાસ હિસ્સો બનવું છે મારે.